________________
૨૧
પ્રથમ જ્ઞાન એવું નામ, તે નામજ્ઞાન જાણવું,
ખીજું પુસ્તકમાં લખ્યું તે સ્થાપનાજ્ઞાન જાણવુ, ત્રીજું અન્યમતના સર્વ શાસ્ત્ર, તેના તથા જિનમતના સૂત્ર, સિદ્ધાન્ત, ટીકા, ચૂર્ણિ પ્રમુખના જ્ઞાનીની મર્યાદાએ નિરપેક્ષ પણે અને અંતરગ આત્મ ઉપચેાગ વિના તથા નિશ્ચયવ્યવહારરૂપ કાર્ય –કારણના ચેાગ્ય ગુરૂગમથી જાણપણું મેળવ્યા વિના જે અર્થ કરવા, તે સર્વે દ્રવ્યજ્ઞાન જાણવું.
તથા ભાવજ્ઞાન તે ષદ્ભવ્ય નવ તત્ત્વનું' નયસાપેક્ષ જાણુપણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, નય, નિક્ષેપા અને પ્રમાણે કરી ગુરૂનિશ્રાએ જાણુપણ અને અંતરંગ નિશ્ચયનયે આત્મસત્તાનું શાસ્તીમર્યાદાએને વફાદાર રહી સદ્દદવું તે ભાવજ્ઞાન જાણવું.
॥ ગાથા ગા
ક્ષણ અધે જે અથ લે, તે ન લે ભવની કાડા તપસ્યા કરતાં અતિ ઘણી, પણ નાવે જ્ઞાન તણી કાઈ હાડે ।।૧।। (અહીં જ્ઞાન એટલે ભાવજ્ઞાન સમજવું)
૩૯૨—ચારિત્ર ઉપર ચાર નિક્ષેપા બતાવે છે:— પ્રથમ ચારિત્ર એવું નામ તે નામચારિત્ર જાણવું, તથા જે પુસ્તકમાં ચારિત્રના વિધિ પ્રથમ લખીને સ્થાપવું, તે સ્થાપનાચારિત્ર જાણવું, તથા જે પાંચ મહાવ્રત સુધી રીતે મન, વચન, કાયાએ કરી નિવૃત્તિ—પ્રવૃત્તિરૂપ આચારવ્યવહાર પ્રમુખ સહિત સૂધી રીતે કરણી કરે પણ જ્ઞાનીની આજ્ઞાને વફાદાર ન રહે તે સવ દ્રવ્યચારિત્ર જાણવું.