________________
૨૫૭ ૩૮૬-એ ચાર નિક્ષેપે શ્રીસિદ્ધનું સ્વરૂપ કહે છે - - પ્રથમ શ્રીસિદ્ધ એવું નામ ત્રણે કાળ એકરૂપે શાશ્વતું વતે છે, તેનામથકી સિદ્ધ જાણવા. તથા શ્રીસિદ્ધજીની પ્રતિમા પ્રમુખ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના અને સિદ્ધ એવા અક્ષર લખવા, તે અસદ્દભાવ સ્થાપના. એ રીતે સ્થાપનાનિક્ષેપ બે ભેદે જાણવે. તથા ત્રીજે દ્રવ્યનિક્ષેપ તે તેરમે અને ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાનને ભવ્ય શરીર આશ્રયી દ્રવ્ય કહીયે અને જે સિદ્ધિ વર્યા તેના શરીરની ભકિત કરીયે, તે શરીરનું દ્રવ્ય જાણવું. એ ત્રીજે દ્રવ્યનિક્ષેપ જાણો. તથા ભાવસિદ્ધ જે સકલક ક્ષય કરી લેકને અંતે વિરાજમાન અવ્યાબાધ સુખના ભોગવે તેને ભાવસિદ્ધ કહીયે.
૩૮૭––હવે સિદ્ધ ભગવાનમાં તદ્દવ્યતિરિકતશરીર આશ્રયી ચાર નિક્ષેપ કહે છે –
પ્રથમ સિદ્ધ એવું નામ, તે ત્રણેકાલ એકરૂપે શાશ્વતું વતે છે, તે નામસિદ્ધ જાણવા તથા જે દેહમાન મધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગના શરીર પ્રમાણે આત્મ–પ્રદેશને ઘન કરી સ્થાપનારૂપ ક્ષેત્ર અવગાહી રહ્યો છે, તે બીજે સ્થાપનાસિદ્ધ જાણ. તથા દ્રવ્યસિદ્ધ તે શુદ્ધ, નિર્મળ, અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાદિક અનંતગુણરૂ૫ છતી પર્યાય પ્રત્યે વસ્તુરૂપ પ્રગટ્યા છે, તે સિદ્ધને તદવ્યતિરિકતશરીર આશ્રયી દ્રવ્યનિક્ષેપે જાણ. તથા ભાવથકી સિદ્ધનું સ્વરૂપ તે સામર્થ્ય પર્યાયાવર્તનારૂપ અનંતે ધર્મ પ્રગટ્ય