________________
૨૫૬ એ સાત નયે યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૮૫–બીજે ભાગે ચાર નિક્ષેપ કરી શ્રી સિદ્ધચક્રજીના યંત્રનું સ્વરૂપ દેખાડે છે – - તિહાં પ્રથમ શ્રી અરિહંતજી ઉપર ચાર નિક્ષેપ ઉતારે છે.
પ્રથમ જે અરિહંત એવું નામ લઈ મરણ કરવું, તે નામ અરિહંત. તથા શ્રી અરિહંતજીની મૂત્તિ પ્રમુખ પ્રતિમા સ્થાપીએ, તે સદ્ભાવ સ્થાપના. તથા શ્રી અરિહંત એવા અક્ષર લખવા, તે અસદુભાવ સ્થાપના. એ બીજે સ્થાપના નિક્ષેપ જાણુ. તથા ત્રી શ્રી અરિહંતને જીવ શ્રેણિકાદિ પ્રમુખ તે ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું અને જિહાં લગે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન ન ઉપજ્યું હોય, ત્યાં લગે છદ્મસ્થ અવસ્થા વ્યતિરિક્ત શરીરનું દ્રવ્ય જાણવું. તથા શ્રી અરિહંતજી મુક્તિ પામ્યા પછી તેના શરીરની ભક્તિ ઇંદ્રાદિક દેવતા તથા મનુષ્ય કરે છે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું. એવી રીતે ભવ્ય શરીર, તદ્વયોતિરિકા શરીર અને જ્ઞશરીર, એ ત્રણ પ્રકારે ત્રીજે દ્રવ્યનિક્ષે જાણવે
હવે થે ભાવનિક્ષેપે તે શ્રીઅરિહંતને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી વિગડાને વિષે બેસીને બાર પર્ષદાને દેશના આપે, તેને ભાવઅરિહંત કહીયે,