________________
છે, તેને વિષે સદાકાલ નવા નવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય, સમયે સમયે અનતે થઈ રહ્યો છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભોગવે છે, તે ચે ભાવનિક્ષેપે જાણ.
૩૮૮–આચાર્યનું સ્વરૂપ ચાર નિક્ષેપ કરી કહે છે –
પ્રથમ આચાર્ય એવું નામ, તે નામ આચાર્ય, બીજું આચાર્યજીની મૂર્તિ પ્રમુખ સ્થાપવી, અથવા આચાર્ય એવા અક્ષર લખી સ્થાપવા, તે સ્થાપનાઆચાર્ય, ત્રીજે જે આચાર્યપદવીને એગ્ય છે, પણ હજી આચાર્યપદવી પામ્યા નથી, પરંતુ આગળ પામશે, તે તદ્દગતિરિકતશરીરનું દ્રવ્ય જાણવું, તથા જે કઈ ગતિમાં જીવ છે, પરંતુ ત્યાં થકી આવી આચાર્ય પદવીને પામશે, તેને ભવ્ય શરીરનું દ્રવ્ય કહીયે. તથા જે કઈ આચાર્ય કાલગત થયા પછી તેના શરીરની ભક્તિ, મહત્સવ કરીયે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું, એ ત્રીજે દ્રવ્યનક્ષે કહ્યું. હવે થે. ભાવનિક્ષેપે તે જે ભાવાચાર્ય છત્રીશ ગુણે કરી વિરાજમાન પાંચ પ્રસ્થાને કરી સેવિત, ભવ્યપ્રાણુને હિપદેશ કર્તા ગચ્છના નાયક થકા વિચરે, તેને ભાવથકી આચાર્ય કહીયે.
એજ રીતે ચાર નિક્ષેપ ઉપાધ્યાયને વિષે પણ જાણ લેવા.
- ૩૮૯–સાધુજીનું સ્વરૂપ ચાર નિક્ષેપ કરી કહે છે –