________________
૪૭ काला सहाव णियइ. पुवकयं पुरिस कारणे पंच। समवाओ सम्मत्तं, एगते होइ मिच्छत्तं ॥१॥
અર્થ – કાલ, સ્વભાવ, નિયતિ કહેતાં ભાવી, કમ અને ઉદ્યમ, એ પાંચના સમવાયને માને, તે સમકિતી જાણવા. અને એ માંહેલે એક પણ સમવાય ઉથાપે તે મિથ્યાત્વી જાણ. એ સમ્માતિસૂત્રનું વચન છે.
એવું સાંભળી એ પાંચ સમવાય આશ્રયી શિષ્ય પૂછે છે – ૩૬૯-શિષ્યજીવ સમકિત કેવારે પામશે?
ગુરૂક–જે વારે કાળલબ્ધિ પાકશે, તે વારે જીવ સમકિત પામશે, પણ કાળ પાયા વિના કેઈ જીવ, સમકિત પામે નહિ, કેમકે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થનાર હોય, તે વેળાયે તે કાર્ય થાય.
- ૩૯-શિષ્ય --અભવ્યજીવને તે કાળ ઘણે ગયે, પણ તે સમતિ કેમ નથી પામતા?
ગુર–અભવ્યમાં ભવ્ય સ્વભાવ નથી, જેને ભવ્ય સ્વભાવ હોય, તે છવ સમક્તિ પામે.
૩૭૦-શિષ્ય –ભવ્યજીવ સર્વે સમતિ પામશે?
ગુરૂ –સર્વજીવ સમકિત નહિ પામશે. જેને ભાવિ કારણરૂપ દેવ, ગુરૂ, ધર્મની જોગવાઈ મળશે, તે જીવ સમતિ પામશે. બીજા નહિ પામે.