________________
ર૪૪ ૩૭-શિષ્યદેવ ગુરૂ, ધર્મરૂપ ભાવિ કારણની જોગવાઈ તે ઘણું જીવને મળી છે તે કેમ સમકિત નથી પામતા? . ગુરૂ–દેવ, ગુરૂ, ધર્મરૂપ કારણની જોગવાઈ તે મળી, પણ તે જીવ ઉદ્યમ નથી કરતા, પરંતુ જે ઉદ્યમ કરે, તે સમતિ પામે
૩૭૨ શિષ્ય –વખાણ સાંભળે છે, પચ્ચખાણ કરે છે, યાત્રા, દર્શન, પૂજા, ભક્તિ આદિ ઉદ્યમ તે ઘણા જીવ કરે છે, તે પણ કેમ સમકિત પામતા નથી?
ગુરૂ –તે જીવને પૂર્વકૃત કર્મ ઘણા છે, એટલે સાત કમની બસેં ને ત્રીસ કડાકડી સાગરોપમ સ્થિતિ છે, તે વિવર આપે, તે જીવ સમક્તિ પામે.
૩૭૩-શિષ્ય –યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામે કરી જીવે બસેં ને ત્રીસ કડાકોડી સાગરોપમરૂપ કર્મની સ્થિતિ ખપાવી, એટલે મેં તે વિવર દીધું તે પણ હજી કેમ સમક્તિ નથી પામતા?
ગુરૂ –હજી તેઓને ઉદ્યમ કાચે છે, પરંતુ અપૂર્વ કરણના પરિણામરૂપ ઉદ્યમ કરશે, તે વારે જીવ સમક્તિ પામશે, એટલે એ પૂર્વોક્ત પાંચ સમવાય ભળે, તે વારે સમકિતરૂપ કાર્ય નિપજે. - ૩૭૪-શિષ્ય –મોક્ષરૂપ કાર્ય જીવને કેમ સિદ્ધ થાય ?