________________
૩૭
તથા અભવ્ય જીવને પુદ્ગલ સાથે સંબંધ અનાદિ અનંત નામે પહેલે ભાંગે છે, એ સંતતિપણે જાણ. કયારે પણ ટળશે નહિ માટે અભવ્ય જીવને કમરૂપ પુદ્ગલ સાથે તે નિશ્ચયનયને મતે સંતતિપણે જાણ.
તથા પુદ્ગલ સ્કંધ સાદિ સાંત છે, કેમકે જે બંધાય છે તે સ્થિતિ પ્રમાણે રહી વળી પાછા વિખરે છે, વળી નવા સ્કંધ થાય છે, માટે પુદ્ગલના ધ તે વ્યવહારનયને મતે સાદિ સાંત નામે ત્રીજે ભાગે જાણવા.
સાદિ અનંત નામે ભાંગ પુદ્ગલમાં લાભ હોતો નથી.
૩૫૫–કાલદ્રવ્યમાં ચાર ભાંગા બતાવે છે –
તિહાં કાલવ્યના ગુણ ચાર તે નિશ્ચયનયના મતે અનાદિઅનંત પહેલે ભાંગે જાણવા, અને પર્યાયમાં અતીતકાલ તે અનાદિ સાંત નામે બીજે ભાંગે છે, તથા વર્તમાનકાલ સાદિ સાંત નામે ત્રીજે ભાંગે છે, તથા અનાગતકાલ તે સાદિ અનંત નામે એથે ભાંગે છે.
એ કાનું સ્વરૂપ તે સર્વ ઉપચાર માત્ર છે.
એ રીતે એ છ દ્રવ્યનું સ્વરૂપ ચાર ભાગે કરી એાળખવું.
હાં પદ્રવ્યમાં નવતત્વ માંહેલા જીવ અને અજીવ, એ બે તત્વ ઉપર ચાર ભાંગા બતાવ્યા.
૩૫૬-હવે પુણ્ય તત્વમાં ચાર ભાંગા થતાવે છે –