________________
૨૭૫
તથા જે જીવ કર્મ ખપાવી મોક્ષે ગયા, તિહાં મોક્ષમાં સિદ્ધપણે કરી તેની આદિ છે, પણ તે જીવને વળી પાછું ફરીને સંસારમાં આવવું નથી, માટેનિશ્ચયનયને મતે એ સાદિ અનંત નામે ચે ભાંગે છે.
૩૫ર-અછવનું સ્વરૂપ ચાર ભાગે કરી ઓળખાવે છે –
તિહાં પ્રથમ ધર્માસ્તિકાયમાં ગુણ ચાર, અને તેના પર્યાયમાં સ્કંધ પણું તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પહેલે ભાંગે છે, એટલે તેની આદિ નથી અને અંત પણ નથી.
તથા અનાદિસાંત નામે બીજો ભાંગે ધર્માસ્તિકાયમાં લાગતું નથી. - તથા ધર્માસ્તિકાયના દેશ, પ્રદેશ અને અગુરુલઘુ તે વ્યવહારનયને મતે સાદિસાંત નામે ત્રીજે ભાંગે જાણવા.
તથા સિદ્ધના જીવે જે ધર્માસ્તિકાયના પ્રદેશ સ્પર્યા છે, તે પ્રદેશ મુકીને બીજે પ્રદેશે સિદ્ધના જીવને જવું નથી માટે તે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચે. ભાંગે જાણ.
કેમકે જે સિદ્ધને જીવ મેક્ષે પહોંચે છે, તે વખતે ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પશે, માટે તેની આદિ છે, પરંતુ પછી તે પ્રદેશથકી બીજે પ્રદેશે જાય નહિ, માટે અંત નથી,
એ ધર્માસ્તિકાયમાં ભંગી કહીં, તે જ રીતે અધમસ્તિકામાં પણ ભંગી છે.