________________
૨૩૪ તિહાં પ્રથમ જેની આદિ નથી અને અંત એટલે છેડે પણ નથી, તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાંગે જાણુ, તથા ત્રીજે જેની આદિ છે અને અંત પણ છે, તે વ્યવહારનયને મતે સાદિસાંત નામે બીજે ભાંગે જાણ. તથા ત્રીજે જેની આદિ નથી, પણ અંત છે, તે વ્યવહારનયને મતે અનાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ. તથા ચોથે જેની આદિ છે. પણ અંત નથી, તે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચોથે ભાંગે જાણ.
આ ચાર ભાગે કરી પ્રથમ દ્રવ્યનું સ્વરૂપ ઓળખાવે છે. ૩૫૧–તિહાં છવદ્રવ્યમાં ચાર ભાંગા બતાવે છે –
તિહાં જીવમાં જે જ્ઞાનાદિક ગુણ છે, તેની આદિ નથી, અને અંત પણ નથી, માટે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાગ જાણ.
તથા ભવ્યજીવને કર્મ સાથે તથા શરીરની સાથે અનાદિને સંબંધ છે, તે સંબંધને જે વારે સિદ્ધિ વરશે તે વારે અંત આવશે માટે વ્યવહારનયને મને એ અનાદિસાંત નામે બીજે ભાગે જાણ.
તથા જે જીવ દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય રૂપ નાના (ઘણા) ભવ કરી ચવવું–ઉપજવું કરે છે, એટલે તે તે ભવની આદિ પણ થાય છે, અને અંત પણ થાય છે, માટે વ્યવહાર નયને મતે એ સાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ.