________________
થો જે જુસત્ર અને વ્યવહારનયને મતે માયાના ઉદયરૂપ ભાવે કરી લૌકિક માગ એટલે સંસારી કાર્યમાં માયારૂપ કપટનું કરવું, તથા લકત્તર માર્ગ જે સામાયિક, પ્રતિકમણ, પિસહ, વ્રત, પચ્ચખાણરૂપ ધર્મ કરણમાં માયા કપટ કરીને ઠગવા તથા કમનિજરાના લયને ચૂકે આ ભવ અને પરભવની વાંછારૂપ માયા કપટના પરિણામ વર્તે, તે થકી જીવ મહાપાપ બાંધે, તે ભાવથકી માયા ક૫ટ જાણવું.
૩૩૭–લેભ ઉપર ચાર નિક્ષેપ લગાડે છે - પ્રથમ લે એવું નામ, તે નામલોભ,
બીજે લેભ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા ભરૂ૫ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપનાલોભ,
ત્રીજે સંગ્રહનયને મતે જીવની સત્તાએ લેભરૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે દ્રવ્યથકી લાભ જાણ. • ચોથ ત્રાજુસૂત્ર તથા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે કરી લૌકિકમાર્ગમાં ધન-માલ-રાજ-ઋદ્ધિ, સ્ત્રીકુટુંબ, પુત્ર-પરિવારની લાલચરૂપ તીવ્ર લેભના પરિણામ અને લેકોત્તરમાર્ગમાં જે ધર્મરૂપ કરણી છે, તેમાં જ્ઞાનીની આજ્ઞાને વફાદાર રહી આ ભવને વિષે યશકીત્તિ, શેભા, વસ્ત્ર, પાત્ર, આહારપાણની વાંછારૂપ તીવ્ર લેભના પરિણામ, તે ભાવથકી લોભ જાણુ.