________________
૨૧૮ ત્રીજે વ્યવહાર તથા સૂત્રનયને મતે પરિગ્રહરૂપ જે ધન, ધાન્ય, દાસ, દાસી, ચતુષ્પદ, ઘર, ધરતી, વસ્ત્ર, આભરણરૂપ, નવપ્રકારના પરિગ્રહને મન, વચન, કાયાએ કરી ત્યાગ કરે, સૂક્ષ્મ-બાદર પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ, રાખે તેને અનુદે નહિ, તે જીવ, દ્રવ્યથકી અપરિગ્રહી જાણવા.
તથા ભાવ અપરિગ્રહી તે નિશ્ચય ભાવકર્મ જે રાગદ્વેષરૂપ અજ્ઞાનદશા તે જીવને અનાદિની છે, તેને શાસ્ત્રીય મર્યાદા મુજબ છાંડવી, અને તેની ચીકાશે દ્રવ્યકમ જ્ઞાનાવરણીય પ્રમુખ આઠકર્મ અને તેનાથી આવતા શરીર ઈદ્રિયને જ્ઞાનીની આજ્ઞા મુજબ પરિહાર, એટલે કર્મને પરભાવ જાણીને તેને ગુરૂગમથી વિવિધ ક્રિયાઓના બળે છાંડવારૂપ પરિણામ, તે નિશ્ચય પરિગ્રહને ત્યાગ જાણ, એટલે જે પરવસ્તુ જ્ઞાનીની આજ્ઞાનુસાર આત્મશુદ્ધિમાં ઉપગી નથી માત્ર પૌગલિક ભાવ વધારે છે, તેને પિતાના સ્વરૂપથકી જુદી માની તેની મૂચ્છ છોડવી, તે જીવને ભાવથકી પરિગ્રહને ત્યાગ જાણ.
એ રીતે એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ ચાર નિક્ષેપે કરી દેખાડયું, તે સાધુ મુનિરાજને જાણવું. અને એમાંથી શ્રાવકને તે દેશરૂપ ધારવું, એ પાંચ મહાવ્રતમાં સર્વે વ્રત આવ્યા.
હવે શ્રાવકના બાર વ્રત કહે છે –
તેમાં પાંચ વ્રતના નિક્ષેપ તે લખાઈ ગયા, હવે શેષ વ્રતના નિક્ષેપા કહે છે.