________________
૨૪.
૩૨૦–હવે અદત્તના ચાર ભેદ છે તે કહે છે –
જે શ્રી તીર્થંકરની આજ્ઞામાં ન લેવાનું કહ્યું, તે સવ પરસ્વભાવ લેવાની વાંછા, તેને પ્રથમ તીથકર અદત્ત લાગે.
તથા જે ગુરૂ આણુ પરંપરા વિના મનમરજીથી સ્વછંદપણે સૂત્રના અર્થ કહેવા તેને બીજું ગુરૂઅદત્ત લાગે.
તથા જે વસ્તુને ધણી હેય, તેની અણદીધી વસ્તુ લે, તેને ત્રીજું સ્વામી અદત્ત લાગે, એટલે સંગ્રહનયને મતે સર્વ જીવ સત્તાએ સ્વામીરૂપ જાણવા, અને વ્યવહારનયને મતે ક્રિયા–આચાર પ્રવૃત્તિરૂપ એક સામાચારી સરખે હેય, તે આપણા સ્વામી, તેની અણદીધી વસ્તુ લે, તેને ત્રીજું સ્વામી અદત્ત લાગે.
તથા જે કઈ જીવે એમ કહ્યું નથી જે મારા પ્રાણ તમે હણે, તેમ છતાં પિતાના ઈંદ્રિયના સ્વાદ માટે જે પરજીવનાં પ્રાણ હશે, તેને ચોથું જીવ અદત્ત લાગે.
અહીં ખાસ એ વાત ગુરૂગમથી ધારવી કે આજ્ઞા મુજબ પ્રશસ્ત કામ કરતાં જીવવિરાધના થાય, તેને ભગવતે હિંસા કહી નથી, શ્રી ભગવતીસૂત્રે “કુળ vપુર અનામ’ એ પાઠ છે, એટલે શુભ કાર્યમાં મન, વચન અને કાયાના રોગની પ્રવૃત્તિ આજ્ઞાસાપેક્ષ કરતાં થકા હિંસા લાગે નહિ, એને અનારંભ કહ્યો છે.