________________
૨૧૩. દુઃખ થકી હીતે થકે સુખની લાલચે વ્યવહારનયને મતે આજ્ઞા સાપેક્ષપણે કેઈની અણદીધી વસ્તુ કાંઈ પણ લેતે નથી, તે જીવ, યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે ભાવથકી અદત્તરહિત જાણ.
૩૧–વળી નિક્ષેપ કહે છે – અદત્ત રહિત એવું નામ, તે નામ અદત્તરહિત.
બીજું અદત્તરહિત એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અદત્તરહિત.
તથા ત્રીજું જુસૂત્રનયને મતે મન, વચન કાયાએ કરી તૃણ-તુષમાત્ર પણ કોઈની અણુદીધી વસ્તુ લે નહિ, જે લે, તે કહીને લે, એટલે સંસારી જીવની વસ્તુ ચેરી લેવી, તેને લૌકિક ચેરી કહીયે, તે ન કરે.
તથા શ્રી તીર્થકરની આજ્ઞામાં જે ન લેવાનું કહ્યું છે તે ન લે, તેને લોકોત્તર ચેરીથી રહિત કહીયે, એ દ્રવ્યઆદત્તરહિત કહીયે.
તથા વળી શું શબ્દનયને મતે આત્માની ગ્રાહકતારૂપ જે શક્તિ, તે સ્વરૂપ ગ્રહણરૂપ કાર્યની કર્તા છે, તે અનાદિની પરભાવગ્રાહકતા કરી રહી છે, તેને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગુણસ્થાનકાનુરૂપ ક્રિયાઓ મહિને ઘટાડવાના લક્ષ્ય થકી કરીને પરભાવગ્રાહકપણાથકી નિવારીને સ્વભાવગ્રાહકપણે પરિણમવે, તે ભાવઅદત્તરહિત કહીયે.