________________
૨૦૫
તથા જે આગળ ત્રીજા નિક્ષેપામાં વ્યવહારનયને મતે કરણી કહી, તે સવ કરે, પણ અંતરંગ ઋનુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી એકચિત્ત કાલકસૂરિયા ખાટકીની પરે કરે તે ભાવપાપ જાણવું.
એ રીતે ચાર નિક્ષેપા પાપકરવારૂપે જાણવા. ૩૦૭ આશ્રવમાં ચાર નિક્ષેપા ઉતારે છે:~ પ્રથમ આશ્રવ એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે જાણવું તે નામ આશ્રવ.
તથા આશ્રવ એવા અક્ષર લખવા તે સ્થાપના રૂપ આશ્રવ જાણવું.
તથા ખેતાલીશ પ્રકારના આશ્રત્રને ગરનાલે કરી વ્યવહારનયને મતે શુભાશુભ આશ્રવરૂપ ઢળીયાનું ગ્રહણુ કરવું તે દ્રવ્ય આશ્રવ જાણવું.
તથા જીસૂત્ર અને વ્યવહારનયને મતે મન, વચન, કાયાયે કરી ઉદ્દયભાવને ચાગે તે દળીયાનું ભાગવવું તે ઉત્ક્રય ભાવરૂપ ભાવ આશ્રવ જાણવું.
૩૦૮ સંવરમાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ
પ્રથમ સવર એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવું તે નામસંવર,
તથા સવર એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા સવરૂપ મૂર્તિ સ્થાપવી, તે સંગ્રહનયને મતે સ્થાપના રૂપ સવર જાણવું.