________________
૨૦૪ તથા તે દળીયાને ઉદય થયે, તે વ્યવહારનયને મતે ઉદયભાવરૂપ ભાવપાપ જાણવું.
એ રીતે એ ઉદયભાવરૂપ પાપમાંહે ત્રણ નયમાં ચાર નિક્ષેપા જાણવા.
૩૦૫ પાપ એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂ૫૫ણે વતે છે, તે નામપાપ જાણવું. - તથા પાપ એવા અક્ષર લખવા તે સ્થાપના રૂપ પાપ જાણવું.
તથા જે કઈ જીવની સત્તાએ પાપના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે સંગ્રહ નયને મતે બાંધ્યા છે, તેને ઉદય થયે, તે વારે વ્યવહારનયને મતે પણ જુદા રહી ઉપરથકી લખે પરિણામે ભગવે છે, તેને દ્રવ્ય પાપ કહીયે.
તથા જે કોઈ જીવ જુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી દુઃખરૂપ વિપાકે પાપના દળીયા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે ભગવે છે, તેને ભાવપાપ કહીયે.
એ રીતે ચાર નયમાં ચાર નિક્ષેપા પા૫ જોગવવા ઉપર જાણવા.
૩૦૬ પાપ એવું નામ તે નિગમનયને મતે ત્રણે કાલ એકરૂપ પણે વતે છે, તથા પાપ એવા અક્ષર લખવા તે સંગ્રહનયને મતે સ્થાપનારૂપ પાપ જાણવું.
તથા કઈ જીવ, હિંસા, મૃષા આદિક કજીયા -ઝગડારૂપ અનેક પ્રકારે ઉદયરૂપ ભાવને ગે કરી ચેડા રાજાની પરે કરે, તે વ્યવહારનયને મતે દ્રવ્ય પાપ કરણરૂપ જાણવું.