________________
પુણ્ય એવા અક્ષર લખીને સ્થાપવા તે સંગ્રહાયને મતે સ્થાપનારૂપ પુણ્ય જાણવું.
તથા દ્રવ્યપુણ્ય એટલે જે કઈ જીવ, દાન, શીયલતપ, ભાવ, દયા, જયણા ઈત્યાદિક કષ્ટક્રિયારૂપ કરણી લેકને દેખાડવારૂપ વીરાશાલવીની પરેકૃષ્ણવાસુદેવનું મન રીઝવવારૂપ અથવા પૂર્ણશેઠની પરે કરે, અથવા જ્ઞાનીની આજ્ઞાવિના સ્વચ્છેદપણે ધર્મકરણ કરે તે વ્યવહારનયને મતે કરણરૂપ દ્રવ્યપુણ્ય જાણવું.
તથા ભાવપુણ્ય તે આગળ દ્રવ્યનિક્ષેપામાં જે વ્યવહારનયને મતે પુણ્યની કરણી કહી, તે કરણી સર્વ કરે, પણ અંતરંગ હજુસૂત્રનયને મતે મન, વચન, કાયાયે કરી એકચિત્ત જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીર્ણશેઠની પર કરે, તે ભાવપુય જાણવું.
એ રીતે ચાર નયમાં ચાર નિક્ષેપ પુણ્ય કરવા ઉપર જાણવા.
૩૦૪–હવે પાપ ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ નામથકી પાપ એવું નામ, તે નૈગમનને મતે ત્રણે કાલ એકરૂપ પણે વતે છે, તે નામપાપ જાણવું,
તથા પાપ એવા અક્ષર લખવા તે સ્થાપનારૂપ પા૫ જાણવું.
તથા કેઈ જીવની સત્તાએ પાપના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંહનયને મતે કર્મ સત્તારૂપ દિવ્યપા૫ જાણવું.