________________
૧૯૬
•
•
•
- તથા કાલથકી અભવ્યજીવ આશ્રયી સંતતિભાવે અનાદિ અનંત ભાગે જાણવું, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાંત ભાંગે જાણવું
- તથા ભાવથકી પાપ ઉપાર્જન કરવાના અઢાર ભેદ જાણવા.
૨૭૪ થી ૨૭૭ આશ્રવતત્ત્વના– દ્રવ્યથકી પુણ્યપાપરૂપ દળીયાં તે દ્રવ્યાશ્રવ કહીએ, તથા ક્ષેત્રથકી આશ્રવતત્વ લેકવ્યાપી જાણવું.
તથા કાલથકી આશ્રવતત્વ અભવ્યજીવ આશ્રયી સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાત ભાગે વતે છે,
તથા ભાવથકી આશ્રવતત્વ તે પુણ્ય પાપરૂપ દળીયા ઉપાર્જન કરવા બેંતાલીશ ભેદ જાણવા
ર૭૮ થી ૨૮૧ દ્રવ્યથકી સંવરતત્વના ભેદ કહીયે.
તથા ક્ષેત્રથકી સંવરતત્વ ચૌદ રાજ લેકની ત્રસનાડી પ્રમાણે જાણવું,
તથા કાલથકી સંવરતત્વ ક્ષાયિકભાવ આશ્રયી તે સાદિ અનંત ભાંગે વતે છે, અને ક્ષપશમભાવ આશ્રયી સાદિ સાત ભાગે વતે છે,
તથા ભાવથકી પિતાના સ્વરૂપમાં રમણ કરવું તે સંવરતત્વ કહીએ..