________________
૧૯૭
૨૮૨ થી ૨૮૫ દ્રવ્યથકી નિજરાતત્વ બાર ભેદે કહીએ. તથા ક્ષેત્રથકી ચૌદ રાજલક ત્રસનાડી પ્રમાણે જાણવું. તથા કાલથકી સાદિ સાંત ભાંગે વતે છે,
તથા ભાવથકી સર્વ પ્રકારે ઈચ્છાને રેપ કરી સમતાભાવે વર્તવું, તે નિર્જરા.
૨૮૬ થી ૨૮બંધ તવના દ્રવ્યથકી ચાર ભેદ કહીએ. તથા ક્ષેત્રથકી લેકવ્યાપી જાણવું, કાલથકી બંધતત્વ સાદિ સાંત ભાંગે વર્તે છે;
તથા ભાવથકી જે અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચિકાશ તે ભાવબંધ જાણ.
૨૦ થી ૨૩ મોક્ષતત્વ, દ્રવ્યથકી તેરમે–ચૌદમે ગુણઠાણે કેવળીને કહીએ.
તથા ક્ષેત્રથકી અઢીદ્વીપ વ્યાપી જાણવું,
તથા કાળથકી સર્વે સિદ્ધ આશ્રયી અનાદિ અનંત ભાગે વર્તે છે, અને એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત ભાંગે જાણવું.
તથા ભાવથકી મોક્ષતત્વ તે સકલ કર્મ ક્ષય કરી લોકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને કહીએ.
એ રીતે નવતત્વના સ્વરૂપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ ચભંગીનું સ્વરૂપ જાણવું.