________________
૧૯૨
આ ચાર નિક્ષેપા સાધુમાં કહ્યા,
એમાં આગળ એટલે આ પછીના પ્રશ્નમાં કહેશે તે પ્રમાણે નવ તત્વ માંહેલા આઠ તત્વ પામીયે.
એ રીતે ચેભેગી કરી સાધુપણાનું સ્વરૂપ જાણીને જે પાળે, તે પ્રાણી ગણ્યા દિવસમાં પરમાનંદ પદને પામે.
હવે સમકિતની શુદ્ધિ કરવા વાસ્તે પદ્રવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ચભંગીયે કરી દેખાડે છે, એમાં દરેકમાં ચાર-ચાર પ્રકન છે.
૨૪૨ થી ૨૪૯ શિષ્ય –તિહાં પ્રથમ જીવદ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી જીવદ્રવ્ય, નિશ્ચયનયને મતે જ્ઞાનાદિ ગુણે કરી સર્વ એક સરખા છે, અને વ્યવહાર કરી દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચરૂપ જીવની અનેક જાતિ જાણવી.
તથા ક્ષેત્રથકી સર્વ જીવ, અસંખ્યાત પ્રદેશી લેકવ્યાપી જાણવા.
તથા કાળથકી નિશ્ચયન કરી સર્વ જીવ, અનાદિ અનંત ભાંગે વતે છે, અને વ્યવહારનયે કરી સંસારમાં ઉત્પાદ-વ્યયરૂપ પલટાતા સ્વભાવે કરી સાદિ સાંત ભાંગે વર્તે છે,
તથા ભાવથકી જતાં તે સર્વજીવ પારિણામિકભાવે પિતાના સ્વભાવમાં વતે છે, અને વ્યવહારનયે કરી સંસારી જીવ શુભાશુભભાવમાં વતે છે.