________________
૧૯.
૨૪૬ થી ૨૪૯ હવે ધર્માસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે -
દ્રવ્યથકી ધર્માસ્તિકાય દ્રવ્યને ચલનસહાયક ગુણ જાણ,
તથા ક્ષેત્રથકી એના અસંખ્યાતા પ્રદેશ લેકવ્યાપી જાણવા,
તથા કાળથકી ધર્માસ્તિકાય દ્રવ્ય, અનાદિ અનંત ભાંગે વતે છે, અને એના દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ સાદિ સાંત ભાંગે જાણવા,
તથા ભાવથકી ધર્માસ્તિકાય દ્રવ્ય, અવ, અરસે, અગંધ, અસ્પશે, જાણવું.
૨૫૦ થી ૨૫૩ હવે અધર્માસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે દ્રવ્યને સ્થિર સહાયકગુણ દ્રવ્યથકી અધર્માસ્તિકાય
- તથા ક્ષેત્રથકી એના અસંખ્યાતા પ્રદેશ લેકવ્યાપી જાણવા,
- તથા કાળથકી અનાદિ અનંત ભાગે વતે છે, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, સાદિ સાંત ભાંગે જાણવા.
તથા ભાવ થકી અધર્માસ્તિકાય, અવ, અગધે, અરસે અને અસ્પશે જાણવું.
૨૫૪ થી ૨૫૭ હવે આકાશાસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી આકાશાસ્તિકાય દ્રવ્યને અવગાહના ગુણ જાણવો.