________________
૧૬૩ ગુર–એક મુઠીમાં છએ દ્રવ્ય પામીયે, કેમક લકમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે, અને આકાશાસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે, તેમ નિગદીયા ગેળા પણ તે પ્રમાણે અસંખ્યાતા છે, અને તે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે, તેથી એક મુઠીમાં પણ ધર્મ, અધર્મ અને આકાશના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા. તેમ જીવ પણ અનંતા જાણવા.
જેમ કોઈએક વૈધે પૈસાભાર-પૈસાભાર લાખ ઔષધિ ખાંડીને ભેળી કરી તેમાંથી એક ચપટી ભરીને આપે, તેને લક્ષ ઔષધિ કહીયે, અને મેટે ઢગલે પડે છે, તેને પણ લક્ષ ઔષધિ કહીયે.
એ દષ્ટાંતે ચૌદ રાજલેકમાં પણ એકેક દ્રવ્યના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા, અને એક મુઠીમાં પણ અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ જાણવા. એટલે એક મુઠીમાં ધર્મ, અધમ, આકાશ અને નિગદીયા જીવના ગેળા પણ અસંખ્યાતા આવ્યા.
માટે એક ધર્માસ્તિકાય, બીજું અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય અને ચોથું જીવાસ્તિકાય, એ ચાર દ્રવ્ય થયા.
હવે તે નિગદમાંહેલ એક ગેળો લહીયે, તેમાં અસંખ્યાતી નિગેટ છે, તે અસંખ્યાતામાંથી એક નિગોદ લહીયે, તેમાં અનંતા જીવ છે, તે માંહેલે એક જીવ લહીયે, તેના અસંખ્યાતા પ્રદેશ છે અને જીવના એકેકા