________________
૪ મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ અપાવી ક્ષાયિક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું,
૫ આયુષ્કર્મની ચાર પ્રકૃતિ ખપાવી અક્ષયસ્થિતિ ગુણ પ્રગટ કર્યો,
૬ નામકમની એસે ત્રણે પ્રકૃતિ ખપાવી અરૂપી ગુણ પ્રગટ કર્યો,
૭ વકર્મની બે પ્રકૃતિ ખપાવી, અગુરુલઘુગુણ પ્રગટ કર્યો,
૮ અંતરાયકર્મની પાંચ પ્રકૃતિ ખપાવીને અનંત વીર્યશકિતરૂપ ગુણ પ્રગટ કર્યો.
એ રીતે આ આઠ કર્મ અનાદિકાળના આત્મગુણને ઘાતક હતા, આત્મગુણને રાધક હતા, આત્મગુણને આવ હતા, તેને શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી આત્મપ્રદેશ. થકી અષ્ટ કમ બાળી અષ્ટગુણ સંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતર્મ ભાંગે અનંતા સિદ્ધ પરમાત્મા એવંભૂતનયને મતે થયા છે.
તેમાં આગળ કહ્યા, તે રીતે ત્રણ તત્વ પામીએ.
એ રીતે નવ તતવમાંથી નિશ્ચયનયમાં ત્રણ તત્વ જાણવા.
૨૦૮ શિષ્ય-એ નવ તત્તવમાંથી જીવના વ્યવહાર પ્રાણ તે કયા? અને નિશ્ચયપ્રાણુ તે કયા?