________________
૧૫૯ શરીર તે સંસારમાં અનંતીવાર કર્યો, અને અનંતીવાર મૂક્યા, તે પણ અજ્ઞાનપણે જીવ પિતાની કરી જાણે છે, તેથી તેને વાસ્તે અનેક પ્રકારના હિંસાદિક પાપે કરી જીવને પુષ્ટ કરે છે,
એ અનુપચરિત વ્યવહારનયે જીવને કર્તા જાણવે.
એ પાંચ પ્રકારે વ્યવહારનયમાં જે જીવના પરિણામ વતે છે, તે જીવ શુભાશુભારૂપ ફળને પામે.
એ પાંચ વ્યવહાર તે જુસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે જાણવા, એમાં વર્તના જીવ મિથ્યાદિષ્ટ હોય, તેમાં છ તત્ત્વ પામીયે.
હવે છઠ્ઠો શુદ્ધ વ્યવહારનય, એટલે શુભાશુભ કર્મરૂપ કચરામાં જીવ લેપાણે છે, તિહાં થકી શુભનિર્મળતાને કરનાર તે છઠ્ઠો શુદ્ધ વ્યવહારનય કહીએ.
એટલે જ્ઞાનીઓની આજ્ઞાનુસાર તે તે શુભ ક્રિયાઓ મેક્ષના લક્ષ્યથી કરીને નીચેના ગુણઠાણાનું છોડવું અને ઉપરલા ગુણઠાણાનું લેવું, તેને શુદ્ધ વ્યવહારનય જાણ.
માટે પહેલે ગુણઠાણે મેહનીય કર્મની સાત પ્રકૃતિ ખપાવી, ચોથે ગુણઠાણે આવ્યા, તે વારે આત્માના અનંતા ગુણમાંહેથી એક સમકિત ગુણ પ્રગટયે, એટલી જીવને શુદ્ધતા થઈ એમજ થેથી પાંચમે, પાંચમેથી છે, છડેથી સાતમે, એમ યાવત્ અગીયારમે–બારમે ગુણઠાણે છદ્મસ્થ અવસ્થા પર્યત જે જીવ વતે છે, તેમાં આઠ તત્ત્વ પામી. ૧૧