________________
૧૯
ક્ષણ અદ્ધ જે અઘ ટળે, ન ટળે ભવની કોડા અજ્ઞાનત૫ કરતાં થકાં, પણ ના જ્ઞાન કિયાની જોડ છે ૧.
અર્થ–એક ઘડીમાં છ ક્ષણ થાય, તેવું અદ્ધ ક્ષણ એટલે એક ઘડીને બારમે ભાગ થયે, એટલીવાર જ્ઞાની નિર્દિષ્ટક્રિયાના સેવનપૂર્વક નયસાપેક્ષ આત્મસ્વરૂપનું ગુરૂગમથી ચિંતનરૂપ સંવરમાં જીવ રહેતો થકે જેટલા કમ ખપાવે, તેટલા કર્મ કેડિભવ સુધી આજ્ઞાનિરપેક્ષ બની સ્વચ્છંદપણે છઠ્ઠ, અઠ્ઠમ, મા ખમણ, આદિ તપસ્યા કરતાં પણ ન ખપે. એ પરમાર્થ જાણ.
એ રીતે એક અંતમુહૂર્ત જ્ઞાનીની આજ્ઞાનુસાર નયસાપેક્ષ આત્મસ્વરૂપચિંતનસહિત ક્રિયાના સેવનમાં રહેતે થકે જીવ, ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામે, અને પછી અઘાતીકમ ખપાવી મોક્ષપદ પામે,
એમ એ નવ તત્તવમાંથી જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્વ સ્વાભાવિક જાણવા
૧૬ શિષ્ય –-એ નવ તત્ત્વમાંથી વિભાવિક તત્વ કેટલા પામીયે?
ગુરૂ—કેઈ જીવ શુભાશુભ વિભાવ દશારૂપ પરિણામે કરી પુણ્ય-પાપના દળીયા અવરૂપ બાંધે, તે આશ્રવભૂત જાણવા. '. માટે જીવ, પુણ્ય, પાપ, અજીવ, બંધ અને આશ્રવ આ છ તત્વ વિભાવિક જાણવા. .