________________
૧૪૮ લાકના ભાવ, અલકના ભાવ, તિથ્થલેકના ભાવ એ સર્વે શ્રી જિનઆગમ થકી પ્રમાણ કરે, તે પ્રથમ આગામ પ્રમાણ જાણવું
તથા કેઈ જીવ–અજીવરૂપ વસ્તુને અનેક પ્રકારની ઉપમા આપી બોલાવીયે, જેમ તીર્થકરને ગંધ હસ્તીની ઉપમા, ચિંતામણિ રત્નની ઉપમા, એ રીતે તે વસ્તુના ગુણ પ્રમાણે જીવ-અજીવ વસ્તુને ઉપમા દેવી, તે ત્રીજું ઉપમાપ્રમાણ જાણવું
તથા કેના ઘરમાં ધૂમાડે દેખી. અગ્નિનું પ્રમાણ (જ્ઞાન) થાય, તેમજ કેઈકનું મુખ દેખી, હર્ષ, શોક અથવા રોગ, ચિંતાનું પ્રમાણ (જ્ઞાન) થાય, એવું અનેક પ્રકારનું જે જાણપણું તેને અનુમાન પ્રમાણુ કહીયે.
એ રીતે સમ્યગજ્ઞાનના ધણને એ ત્રણ પ્રકારે પરોક્ષ જ્ઞાનનું જાણપણું હોય, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે, અને જે મિથ્યાત્વીજીવને એ ત્રણ પ્રકારે પરોક્ષજ્ઞાનનું જાણપણું હોય, તેમાં છ તત્ત્વ પામીયે.
૧૫ શિષ્યએ નવ તત્વમાંથી સ્વાભાવિક તત્વ કેટલા પામીયે?
ગુરૂ–જીવ, જે વારે પિતાના સ્વભાવમાં રહે, તેવારે સંવર કહીયે, અને જ્યાંસુધી સંવરમાં જીવ રહે, ત્યાં સુધી સમયે સમયે અનંતા કર્મ નિજ રાવે, અને સંપૂર્ણ નિજ રા થાય, તેવારે જીવ મોક્ષપદ પામે, કારણકે