________________
૧૪૦ ૧૮૧ શિષ્યએ નવ તત્વમાંથી લૌકિક માર્ગમાંહે કેટલા તત્વ પામીયે?
ગુરૂ –લૌકિકમાર્ગ સંસાર હેતુમાર્ગ એટલે શુભાશુભ વિકારરૂપ જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે સંસાર વૃદ્ધિના કારણ સેવવા, તેને લૌકિકમાર્ગ કહીયે, તેમાં છ તત્વ પામીયે,
જે કારણે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિષય-કષાય, નિદ્રા, વિકથા, હાંસી, કુતૂહલ, અહંકાર, મમકારરૂપ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવી, તે સર્વે સંસાર વૃદ્ધિના કારણ જાણવા. તેને લૌકિકમાર્ગ કહીયે.
અથવા તપ, સંયમ, પૂજા, પ્રભાવના, ભક્તિ, ઈદ્રિયદમન, વૈરાગ્ય ભાવના, એ આદિ અનેક પ્રકારની કષ્ટક્રિયા જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે કરે છે, તેથી આ ભવમાં યશઃ કીતિ, લક્ષ્મી, પુત્ર, કલત્ર, પરિવાર, ઋદ્ધિની વાંછાયે અથવા પરભવે શેઠ, સેનાપતિ, શાહુકાર, દેવતા, ઇંદ્ર, વાસુદેવ, ચક્રવતીની પદવી પામવારૂપ વાંછા પરિણામ વતે છે, એટલે છે તે લેકર માર્ગ, પણ અજ્ઞાન દશાએ કરી સંસાર વૃદ્ધિ હેતુમાં ગયે, માટે લૌકિકમાં ભજે, તેમાં છ તત્વ પામીએ.
એક તે જીવ અને શુભાશુભ વિકારરૂપ પુણ્યપાપના દળીયા અજીવ૫ અનંતા સત્તાયે લાગ્યા, તે આશ્રવધૂત છે, એ દળીયે જીવ બંધાણે છે, તે છઠ્ઠું બંધતત્વ છે.
૧૮૨ શિષ્ય --એ નવ તત્વમાંથી લેકોત્તર ભાગમાં કેટલા તત્વ પામીયે?