________________
૧૩૮ તથા સમભિરૂઢ નયને મતે તેરમે-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને શુભ પ્રકારે કર્તા કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામીયે.
૧૭૭ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ કારણરૂપ કેટલા તત્વ પામીયે?
ગુર–એ નવ તત્ત્વમાંથી અશુભ કારણરૂપ એક પાપ તવ જાણવું,
કારણ કે અશુભ એટલે પાપ, તે પાપના કામ તે હિંસાદિ પરિણામ તે આશ્રવરૂપ જાણવા,
એટલે કારણ તે જીવને અશુભ મળ્યા, પણ જીવ તે માંહે ભળે તે બંધાય
જે જીવ તેમાં ભળીને બંધાય તે જીવ, પાપ, આશ્રવ, અજીવ અને બંધ, એ પાંચ તત્તવ પામીયે, અને જો જીવ ન ભળે, તે નવ તત્ત્વમાંથી એક પાપ તવ પામીયે.
તેથી અશુભ કારણુરૂપ જીવને એક તત્વ છે.
૧૭૮ શિષ્યા–એ નવ તત્વમાંથી જીવને શુભ કારણરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–જીવને શુભ કારણરૂપ એક પુણ્યતત્ત્વ જાણવું,
એટલે શુભ કારણ તે દાન, દયા, પરેપકાર, કરૂણા, સેવા, ભક્તિ, ઉત્તમ ગુણવાન જીવના બહુમાન કરવા એ આદિ અનેક પ્રકારે શુભ કારણ જાણવા,