________________
૧૦૨ એટલે જે પાપ થકી નિવર્તવું તેનું નામ પ્રતિક્રમણ છે, તિહાં મન, વચન અને કાયાએ એકાગ્રચિત્ત પ્રતિક્રમણ કરે છે, પણ જ્ઞાનીની આજ્ઞાસાપેક્ષપણે આત્મ જાગૃતિના ઉપગ વિના કે કર્મક્ષયના લક્ષ્ય વિના કોઈ જીવ પાપ થકી નિવતે માટે દ્રવ્ય પ્રતિક્રમણ તે શુભ ફલાદિ પુણ્ય હેતુ જાણવું, તેમાં આગળ કહ્યા તે રીતે પાંચ તત્વ જાણવા.
૧૩૫ શિષ્ય –એનવતત્વમાંથી દ્રવ્યથકી કાર્યોત્સર્ગ રૂપ આવશ્યકમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –ઋજુસૂત્રનયને મતે દ્રવ્ય કાર્યોત્સર્ગ પહેલે ગુણઠાણે મિથ્યાત્વદશાએ હેય, કારણ કે તત્વ-અતરવની જ્ઞાનીની આજ્ઞાસાપેક્ષ પ્રતીતિ કર્યા વિના કઠિનપણું આદરી અનેક વંશ, મશક, વાઘ, સિંહ, રીંછ, શિયાલ, સપ આદિક તિર્યંચ જીવન તથા મનુષ્યના અને દેવતાના કરેલા ઉપસર્ગ સહન કરે છે, આત્મજ્ઞાન વિના એક ચિત્ત ધર્યપણું આદરીને કાર્યોત્સર્ગ કરે છે, તથાપિ તે કષ્ટ પુણ્યબંધ રૂપ શુભફળનું હેતુ જાણવું, પણ જ્ઞાનીની આજ્ઞાના લક્ષ્ય વિને આત્મપ્રદેશ થકી કમ આવરણ ટળે નહિ, માત્ર શુભ એટલે પુણ્યફળ ઉપાજે, માટે તેમાં જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્વ પામી.
૧૩૬ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્ય પ્રત્યાખ્યાનરૂપ આવશ્યકમાં કેટલા તત્વ પામીએ?
ગુરૂ-દ્રવ્ય પ્રત્યાખ્યાન પહેલે ગુણઠાણે મિથ્યાત્વ દશા જાણીયે, કારણકે જ્ઞાનીની મર્યાદા પ્રમાણે ઈચ્છાને રાધ કર્યા