________________
૮૧
ગુરૂ-સંવરને મિત્રરૂપ એક જીવતત્વ જાણવું, . કારણકે જીવ મેક્ષનગરે જાય, તે વારે સંવરતવ મિત્રરૂપ છે, તેને સાથે લેતું જાય. કેમકે મેક્ષમાં જીવને યથાખ્યાત ચારિત્રરૂપ સંવર તત્વ સદાકાલ સાથે વાતે છે, માટે. " - ૧૦૧ શિષ્ય --નવ તત્ત્વમાંથી કેટલા તત્વને સંવર રોકી શકે છે?
--નવ તત્વમાંથી પાંચ તત્ત્વને સંવર રોકી શકે છે,
કારણકે શબ્દ અને સમભિરૂઢ નયને મતે જે વારે જીવને શુકલધ્યાનરૂપ સંવરગુણ આવે, તે વારે શુભાશુભ નવા કર્મરૂપ પાંચે તત્ત્વના આશ્રવ રેકાય, એટલે સંવર તવનું એ લક્ષણ છે જે આવતા કર્મને રેકે, માટે એ નવ તત્વમાંથી પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ તત્વને સંવર રેકે છે.
૧૦૨ શિષ્યા–એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વની સાથે સંવરને પ્રીતિ છે?
ગુરૂએ નવ તત્વમાંથી એક નિર્જર તત્વની સાથે સંવરને પ્રીતિ જાણવી.
- કારણ કે જીવ ઘણું કર્મો કરી વિટાણે થકે અનેક પ્રકારની પીડા પામતે પામતે દુઃખ વિટંબના સાતે, રખડત–રખડતે પુણયરૂપ વેલાવાની સહાયે ભવસ્થિતિને યેગે કરી સંવરરૂપ મિત્રને ઘરે પહોંચે.