________________
હવે નવ તત્તવના સ્વરૂપમાં મહામહે સંબધને વિચાર જાણુવારૂપ પ્રશ્નોત્તર લખીયે છીએ.
૭૩ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી જીવને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ –એ નવ તરવમાંથી જીવને શરૂપ પાંચ તવ જાણવા.
કારણ કે જીવને એકેક પ્રદેશે પુણ્ય-પાપના દળીયા અછવરૂપ અનંતા લાગ્યા છે તે આવભૂત જાણવા; એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ, એ ચાર તત્વ થયા અને એ દળીયે જીવ બંધાણે કે ચાર ગતિરૂપ સંસારમાં અનંતા કાલથી રખડે છે માટે પાંચમું બંધતત્વ જાણવું.
એ રીતે એ પાંચ તત્વ છવને શત્રુભૂત થઈને અનાદિ કાલથી લાગ્યા છે,
તેણે કરી જીવ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે,
માટે એ નવતત્વમાં જીવને પાંચ તત્તવ શત્રુરૂ૫ જાણવા
૭૪ શિષ્યા એ નવ તત્વમાંથી જીવને વેલાવારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પુણ્ય પ્રમુખરૂપ ચાર તવ જીવને વેલાવા સમાન જાણવા તે દેખાડે છે.