________________
મને રથ છઠ્ઠા-સાતમા ગુણઠાણાના વતે છે માટે એને ભાવ સાધુ કહીયે. તેમાં આઠ તવ પામીયે.
૭૧ શિષ્ય ––એ નવ તત્વમાંથી દ્રવ્યલિંગ સાધુમાંહે કેટલા તત્વ પામીયે ?
ગુરૂા–દ્રવ્યલિંગ સાધુ પહેલે ગુણઠાણે હેય, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
કારણ કે કેઈ જીવે નરક-નિગદના દુઃખ થકી ભય પામીને અથવા દેવેન્દ્ર-નરેન્દ્રની ઋદ્ધિ દેખીને તેની વાંછાએ મેહગ્રહીત વૈરાગ્યે અથવા આ ભવે ઇન્દ્રિયસુખની વાંછાએચારિત્રરૂપ લિંગ અંગીકાર કર્યું છે, પાંચ મહાવ્રત સૂધા પાળે છે,
- ઇંદ્રિય દમે છે, પરિષહ તથા ઉપસર્ગને સહન કરે છે, પડિલેહણાદિ ક્રિયા શુદ્ધ કરે છે,
છતા ભેગ તજ્યા છે, વૈરાગ્યભાવે ચિત્ત વર્તે છે,
પણ જીવ–અજીવનું સાચું જાણપણું જયણ ફલરૂપે ગુરૂમુખથી કર્યું નથી, અને અંતરંગ પુણ્યાદિકની વાંછારૂપ પરિણામ વતે છે,
તથા નિશ્ચયનયે સત્તાગતની ઓળખાણ જ્ઞાનીની નિશ્રાએ જેણે કરી નથી તેને દ્રવ્યલિંગ સાધુ વ્યવહારનયને મતે કહીયે. ને તે સંસારી જાણવા.
- ૭૨ શિષ્યએ નવતત્વમાંથી ભાવલિંગ સાધુમાં કેટલા તત્વ પામીયે?