________________
અને નિરંતર સાધુપણું લેવાની ભાવનામાં ચિત્ત રમે છે.
તથા એવું ચિંતવે છે– “જે સંસારરૂપ બંદીખાનાથી કેવારે હું છૂટીશ?
અને નિવિકારી પદનું આપનાર એવું સાધુપણું કેવારે હું અંગીકાર કરીશ?”
એકાકીપણે વિહાર કરી ડાંસ, મચ્છર આદિના તથા દેવ-મનુષ્યના કરેલા ઘેર ઉપસર્ગો કેવારે સહન કરીશ?”
મહાન તપના સાધનથી ઈદ્રિયરૂપ શત્રુને દમન કરી સર્વ કમને ચૂરી મારા આત્માને કેવારે નિરાવરણ કરીશ ?”
જ્ઞાનરૂપ અનંત ચતુષ્ટય લક્ષ્મી કેવારે પ્રગટ કરીશ ???
“જ્ઞાનીની આજ્ઞાનુસાર સાધુપણું મને કેવારે અસ થશે?
આ સંસારરૂપ હડ માંહેથી નીકળી વનમાં એકાકીપણે નિર્ભયથકે સિંહની પેરે કેવારે હું વિચરીશ?
આવી વિશુદ્ધ ભાવનાવાળો જીવ ગૃહસ્થપણે રહ્યો થકે પણ ઋજુસૂવનયને મતે ભાવસાધુ જાણ,
અને શબ્દનયને મતે અંતરંગ સ્વસત્તા-પરસત્તારૂપ પ્રતીતિ કરી છે એટલે ગૃહસ્થપણે પાંચમે ગુણઠાણે છે, પણ