________________
ગુરૂ - કલ્પચારિત્રી જીવ પહેલે ગુણ તેમાં છ તત્વ પામી,
કેમકે સંસાર થકી ઉદાસી ભાવે જેણે પાંચ મહાતરૂપ ચારિત્ર અંગીકાર કર્યું છે. છકાયની રક્ષા કરે છે,
સૂઝતે આહાર લે છે, સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ કરે છે, નિરંતર વૈરાગ્ય ભાવનાને પરિણામ વતે છે, પણ યથાર્થપણે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે
જીવ–આજીવની ઓળખાણ કરી નથી, અને શુદ્ધ નિશ્ચય નયે જ્ઞાનીની નિશ્રામાં રહેવા સાથે અંતરંગ સિદ્ધ સમાન આત્મસત્તા ઓળખી નથી,
અને નરક-નિગદનાં દુખથી બહીતે થક
અંતરંગ પુણ્યાદિકની વાંછાએ નિરતિચારપણે ચારિત્ર પાળે છે, આ પણ યથાર્થ સાધ્ય–સાધન પણાની ઓળખાણ જ્ઞાનીની નિશ્રામાં મેળવી નથી, તેને દ્રવ્ય ચારિત્ર પહેલે ગુણઠાણે જાણવું, તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
૬૮ શિષ્યા- એ નવ તત્તવમાંથી ભાવચારિત્રમાં કેટલા તત્વ પામીયે?
ગર- શબ્દનયને મતે ભાવ ચારિત્રવત જીવમાં આઠ તત્વ પામીયે.
જે કારણે કોઈ જીવે ઘર, કુટુંબ, પરિવાર, પુત્ર, કલત્ર, ધન, માલ, છતી ઋદ્ધિને ત્યાગી, ચારિત્ર અંગીકાર કર્યું છે,