________________
તત્વ પામીયે અને સિદ્ધિને પણ ભવ્યજીવ કહીયે, તેમાં આગળ કહ્યા પ્રમાણે ત્રણ તત્વ પામીએ.
એ રીતે દ્રવ્યજીવ, ભાવજીવ, મિથ્યાત્વીજીવ, સમકિતી જીવ, અભવ્યજીવ અને ભવ્યજીવ, એ છ પ્રકારે જીવનું સ્વરૂપ સામાન્ય કરી જાણવું.
૨૭ શિષ્યા-તમે કેવલી ભગવાનને તથા સિદ્ધભગવાનને ભવ્યજીવ કહ્યા, તે હજી શું સંસારમાં ભવ કરવા બાકી રહ્યા છે?
ગુરૂ –એ વચન મૂખપણાનું બેલે છે, જે કારણે જેને પલટણ સ્વભાવ છે તેને ભવ્ય સ્વભાવ કહીયે, અને અપલટણ સ્વભાવને અભવ્ય સ્વભાવ કહીયે, માટે કેવલીને તથા સિદ્ધને સમયે-સમયે અનંતા પર્યાયને ઉત્પાદ-વ્યયરૂપ સ્વભાવ પલટાઈ રહ્યો છે, તેથી જ તેઓ અનંતે સુખ ભેગવે છે, તે માટે એમાં ભવ્ય સ્વભાવ જાણુ.
I ૨૮ શિષ્ય –એ નવ તત્વ માંહેલા રૂપી અજીવમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ કેઈ જીવને સત્તાએ પુણ્ય અને પાપના દળીયા આશ્રવરૂપ અનંતા લાગ્યાં છે, તે સર્વ દળીયા અજીવ છે, માટે પુણ્ય, પાપ, આશ્રવ અને અજીવ, એ ચાર તત્વ થયા અને એ દળીયાં મળી બંધાય છે, એટલે પાંચમું બંધતત્વ પણ થયું. એમ રૂપી અજીવમાં પાંચ તત્વ પામીએ.