________________
કુલકસંગ્રહ
૨૫૯ असासयं जीवियमाहु लोए, धम्मं चरे साहु जिणोवइट्ट। धम्मो य ताणं सरणं गई य, धम्मं निसेवित्तु सुहं लहंति॥२०॥
જગતમાં જીવિતવ્યને અશાશ્વત (નાશવંત કહ્યું છે, (તેથી) હે ભવ્ય! જિનેર મહારાજે ઉપદેશેલા સુન્દર ધર્મમાં પ્રવર્તે. કારણ કે એ ધર્મ જ ત્રાણ-શરણભૂત અને રૂડી ગતિને આપનારે છે. એવા ધર્મને જે પ્રાણ સેવે છે, તે પ્રાણી વિશે શાશ્વત સુખને પામે છે. (૨૦)
આ કુલકના મૂળ રચયિતા પ્રાચીન ગૌતમઋષિ છે એમ આની વૃત્તિના પ્રારંભમાં જણાવ્યું છે.
આ કુલક ઉપર ખરતરગચ્છાચાર્ય શ્રીજિનહંસસૂરિ શિષ્ય શ્રી પુણ્યસાગર ઉપાધ્યાયના શિષ્ય ઉ૦ પદ્મરાજગણીના શિષ્ય શ્રીજ્ઞાનતિલકગણીએ વિ.સં.૧૯૬૦માં વૃત્તિ રચી છે, તેમાં ૬૯ કથાઓ આપી વિષયને સુબોધ સુદઢ બનાવ્યા છે.