________________
૨૫૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ
जूए पसत्तस्स धणस्स नासो, मंसे पसत्तस्स दयाइ नासो । मज्जे पसत्तस्स जसस्स नासो, वेसापसत्तस्स कुलस्स नासो
શી हिंसापसत्तस्स सुधम्मनासो, चोरीपसत्तस्स सरीरनासा । तहा परस्थिसु पसत्तयस्स, सव्वस्स नासा अहमा गई य ॥१८॥ दाणं दरिहस्स पहुस्स खति, इच्छानिरोहो य सुहोइयस्स । तारुण्णए इंदियनिग्गहो य, चत्तारि एआणि सुदुक्कराणि ॥१९॥
જુગાર રમવામાં આસક્ત હોય તેના ધનને નાશ થાય, માંસમાં આસક્ત હોય તેની દયાને નાશ થાય, મદિરામાં આસક્ત હોય તેને જશ નાશ પામે અને વેશ્યામાં આસક્ત હોય તેના કુલને નાશ થાય. (૧૭) - જીવહિંસામાં આસક્ત હેય તેના ઉત્તમ ધર્મને (દયાને) નાશ થાય, ચેરીમાં આસક્ત હોય તેના શરીરને નાશ (ફાંસી) થાય અને પરસ્ત્રીમાં આસક્ત હોય તેના સર્વસ્વને (સર્વ ગુણને) નાશ થાય; એટલું જ નહિ તેઓ મરીને પણ અધમ ગતિને પામે. (૧૮) - દરિદ્ર અવસ્થામાં દાન દેવું દુષ્કર, પ્રભુપણામાં (સત્તાધીશ થઈને) ક્ષમા રાખવી દુષ્કર, સુચિત પ્રાણીને (તીવ્ર ભેગાવળી કમના ઉદયવાળાને) ઈચ્છાને રોધ કરે દુષ્કર અને તરૂણાવસ્થામાં ઈન્દ્રિયને નિગ્રહ કરે દુષ્કર છે; એ ચારે વાનાં અતિ દુષ્કર જાણવાં. (૧૯)