________________
કુલકસંગ્રહ
पूव्वभवसूरिविरइअ-नाणासाअणपभावदुम्मेहो। नियनामं झायंतो, मासतुसो केवली जाओ ॥९॥ हत्थिं पि समारूढा, रिद्धिं दठूण उसभसामिस्स । तक्रवणसुहझाणेणं, मरुदेवी सामिणी सिद्धा ॥१०॥ पडिजागरमाणीए, जंघाबलखी (ही) णमपिणआपुत्तं । संपत्तकेवलाए, नमो नमो पुष्कचूलाए ॥११॥ पनरसयतावसाणं, गोअमनामेणं दिनदिक्खाणं । उप्पन्नकेवलाणं, सुहभावाणं नमो ताणं ॥१२॥
પૂર્વભવે આચાર્ય પણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી બુદ્ધિહીન થયેલા અને નિજનામને (માપ, મા તુ' પદનો) ધ્યાતા અર્થાત્ “કેઈની ઉપર રાગ કે રીસ ન કરવાં એ ગુરૂએ બતાવેલા પરમાર્થ સામે બદ્ધલક્ષ્ય થએલા માસતુસમુનિ (એ શુભ ભાવથી) ઘાતકર્મોને ઘાત કરીને કેવળજ્ઞાન પામ્યા. (૯)
- હાથીના સ્કંધ ઉપર આરૂઢ થવા છતાં મરુદેવી માતા ઋષભદેવ સ્વામીની તીર્થકરપણાની રિદ્ધિ-સિદ્ધિ દેખીને શુભ ધ્યાનથી એકત્વઅન્યત્વ ભાવનાથી) અંતકૃત કેવળી થઈ તત્કાળ એક્ષપદ પામ્યાં. (૧૦)
ક્ષીણ જંઘાબળવાળા અણિકાપુત્ર આચાર્યની શુભભાવથી સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે સાધ્વી પુષ્પચૂલાને પુનઃ પુનઃ નમસ્કાર હે. (૧૧)
ગૌતમ સ્વામીએ જે પંદરસે તાપને દીક્ષા દીધી