________________
૨૩૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ जिणकप्पिअपरिहारिअ-पडिमापडिवनलंदयाईणं । सोऊण तवसरूवं, को अन्नो वहउ तवगव्वं ? ॥१७॥ मासद्धमासखवओ, बलभद्दो रूववं पि हु विरत्तो । सो जयउ रण्णवासी, पडिबोहिअसावयसहस्सो ॥१८॥ थरहरिअधरं झलहलिअ-सायरं चलियसयलकुलसेलं । जमकासी जयं विण्हू, संघकए तं तवस्स फलं ॥१९॥ किंबहुणा भणिएणं ? जंकस्स वि कह वि कत्थ वि सुहाई। दीसंति भवणमझे, तत्थ तबो कारणं चेव ॥२०॥
જિનકલ્પી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પ્રતિમા– પ્રતિપન્ન, અને યથાલંદી સાધુઓના (ઉગ્ર) તપનું સ્વરૂપ સાંભળીને બીજે કણ તપસ્વી તપને ગર્વ કરી શકે ? (૧૭)
અતિ રૂપવંત છતાં વિરક્ત થઈ અરણ્યમાં રહેનારા જેણે હજારે શ્વાપદ (જંગલી પશુઓને) પ્રતિબોધ્યાં, તે માસ, અર્ધમાસની તપશ્ચર્યા કરનારા બલભદ્રમુનિ જયવન્તા વર્તે.(૧૮)
શ્રીસંઘનું કષ્ટ નિવારણ કરવા માટે જ્યારે વિષ્ણુકુમારે લાખ જન જેવડું શરીર વિકુવીને જય મેળવ્યું ત્યારે પૃથ્વી કમ્પાયમાન થઈ, સમુદ્રો ખળભળ્યા અને સઘળા પર્વતે ચલાયમાન થયા, તે બધું તપનું જ ફળ (બળ) જાણવું. (૧૯)
. (આવા) તપને પ્રભાવ કેટલો વર્ણવી શકાય? ટુંકાણમાં જે કંઈને કેઈપણ પ્રકારે ત્રણે જગતમાં કયાંય પણ સુખ સમાધિ મળે છે, ત્યાં ત્યાં તે સર્વને (બાહ્ય-અત્યંતર) તપ જ કારણરૂપ છે. માટે સુખના અથએ તેનું આરાધન કરવા યથાવિધિ ઉદ્યમ સેવા. (૨૦)