________________
કુલકસંગ્રહ
૨૩૭ नंदीसररुअगेसु वि, सुरगिरिसिहरे वि एगफालाए । जघाचारणसमणा, गच्छति तवप्पभावेणं ॥१३॥ सेणियपुरओ जेसिं, पसंसि सामिणा तवोरूवं । ते धना धनमुणी, दुग्नवि पंचुत्तरे पत्ता ॥१४॥ सुणिऊण तवं सुंदरी-कुमरीए अंबिलाण अणवरयं । सहि वाससहस्सा, भण कस्स न कंपए हिअयं ? ॥१५॥ जं विहिअमंबिलतवं, बारसवरिसाइं सिवकुमारेण । तं दटुं जंबुरूवं, विम्हइओ कोणिओ राया ॥१६॥
નંદીશ્વર નામના આઠમા દ્વિીપે, રૂચક નામના તેરમે દ્વિીપે, તેમજ મેરૂપર્વતના શિખર ઉપર એક જ ફાળે કરી જે જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ જાય છે, તે તપના પ્રભાવે જઈ શકે છે. (૧૩)
શ્રેણિક રાજાની આગળ શ્રીવીરપરમાત્માએ જેઓનું તપોબળ વખાણ્યું હતું, તે ધમોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્નાકાનંદી બને મુનિએ તપના બળે સર્વાર્થસિદ્ધ વિમોને ઉપજ્યા. (૧૪)
(ઋષભદેવ સ્વામીની પુત્રી) સુન્દરી કુમારીએ ૬૦ હજાર વર્ષ પર્યન્ત સતત આયંબિલ તપ કર્યો, તે સાંભળીને કહો કેનું હૃદય ન કપે? (આશ્ચર્ય—આનન્દ નપામે) (૧૫)
પૂર્વે શિવકુમારના ભવમાં બાર વર્ષ પર્યન્ત આયંબિલ તપ કર્યો તેના પ્રભાવથી જંબૂકુમારને એવું અદ્ભુતરૂપ મહ્યું કે તે દેખીને કેણિક રાજા વિસ્મય પામ્યા. (૧૬)