________________
કુલકસંગ્રહ
सिरिउग्गसेणधूआ, राइमई लहइ सीलवइरेहं । गिरिविवरगओ जीए, रहनेमी ठाविओ मग्गे ॥५॥ पन्जलिओ वि हु जलणो, सीलप्पभावेण पाणिअं हवइ । सा जयउ जए सीआ, जीसे पयडा जसपडाया ॥६॥ चालणीजलेण चंपाइ, जीए उग्धाडियं दुवारतियं । कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभदाए ॥७॥ नदउ नमयासुंदरी, सा सुचिरं जीइ पालियं सीलं । गहिलत्तणं पि काउं, सहिआ य विडंबणा विविहा ॥८॥
શ્રીઉગ્રસેન રાજાની પુત્રી રાજીવ શીલવંતીઓમાં શ્રેષ્ઠપણાને પામી કે જેણે ગુફામાં આવી ચઢેલા અને (કામાતુર થએલા) રહનેમિને સંયમ માર્ગમાં પુનઃ સ્થિર કર્યા. (૫)
જેના શીલના પ્રભાવથી પ્રજવલિત એ પણ અગ્નિ ખરેખર જળરૂપ થઈ ગયે એ સીતાદેવી જયવન્તી વર્તે કે જેની જશપતાકા જગમાં આજે પણ ફરકી રહી છે. (૬)
શીલના પ્રભાવે કુવામાંથી ચાલણી દ્વારા કાઢેલા જલવડે જેણે ચંપા નગરીનાં (કેઈથી નહિ ઉઘડેલાં) ત્રણ દ્વાર ઉઘાડ્યાં હતાં, તે સુભદ્રાસતીનું ચરિત્ર કેના ચિત્તને હરણ ન કરે? (૭)
તે નામદાસુંદરી સતી સદાય જયવન્તી વર્તો, કે જેણએ હિલપણું આદરીને (ગાંડી બનીને) પણ શીલવ્રતનું પાલન કર્યું અને (શીલની રક્ષા ખાતર) વિવિધ વિડંબના સહન કરી. (૮)