________________
કુકસંગ્રહ
૨૦૭ अग्णेसिं पढणत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढंताण पइदियहं ॥५॥ वासासु पंचसया, अट्ट य सिसिरे य तिन्नि गिम्हमि । पइदियहं सज्झायं, करेमि सिद्धतगुणणेणं ॥६॥ परमिट्टिनवपयाणं, सयमेगं पइदिणं सरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥७॥ देवे वंदे निच्चं, पणसक्कत्थएहिं एकवारमहं ।
दो तिन्निय वा वारा, पइजामं वा जहासत्ति ॥८॥ ગાથાઓ ભણવી-કંઠાકરવી અને દરરોજ પાંચ ગાથાઓની અર્થ સહિત ગુરૂ પાસેથી વાચના લેવી. (૪) * વળી હું બીજાઓને ભણવા માટે હંમેશાં પાંચ ગાથાઓ પુસ્તકમાં લખ્યું અને ભણનારાઓને હંમેશાં પરિપાટીથી (વિધિપૂર્વક વાચનાથી) પાંચ પાંચ ગાથાઓ આપું. (ભણાવું– અર્થ ધરાવું વિગેરે.) (૫)
વળી સિદ્ધાંતપાઠ (ગાથા વિગેરે) ગણવા વડે વર્ષાઋતુમાં પાંચસે, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીમઋતુમાં ત્રણ ગાથા પ્રમાણ દરરોજ સક્ઝાયેધ્યાન સદેવ કરું. (૬) * પંચ પરમેષ્ઠિનાં નવપદનું (નવકાર મહામંત્રનું) એક સે વાર હું સદાય રટણ કરું. (દરરોજ એક બાંધી નવકારવાળી ગણું) હવે હું દર્શનાચારના આ (નીચેના) નિયમોને સારી રીતે ગ્રહણ કરું છું. (૭)
પાંચ શકસ્તવ વડે દરરોજ એક વખત દેવવંદન કરું, અથવા બે વખત, ત્રણ વખત, કે પહેરે પહેરે (ચાર વખત)