________________
ઉદ્દેશમાળા
૧૯૧
धंतमणिदामससिगय - णिहिपयपढमक्खराभिहाणेणं । उवएसमालपगरण - मिणमो रइयं हिअडाए ||५३७॥ जिणवयणकप्परुखो, अणेगसुत्तत्थसाल विच्छिन्नो । तवनियमकुसुमगुच्छो, सुग्गइफलबंधणो जयइ ॥ ५३८ ॥ जुग्गा सुसाहुवेरग्गियाण, परलोगपत्थिआणं च । संविग्गपक्खिणं, दायव्वा बहुसुआणं च ॥५३९॥ इय धम्मदासगणिणा, जिणवयणुवएसकज्जमालाए । मालव्व विविहकुसुमा, कहिआ य सुसीसवग्गस्स || ५४० ||
',
ધન્ત-મણિ–દામ (માળા) સિ (ચંદ્ર) ગજ (હાથી) ણિહિ (નિધાન) એ છ પદોના પ્રથમાક્ષરથી બનતા નામવાળા ધર્મદાસગણીએ આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના હિત માટે રચ્યું છે. (૫૩૭)
શ્રી ભગવંતના વચનને કલ્પવૃક્ષની ઉપમા ધરાવે છે કે–અનેક (આચારાંગાદિ) સૂત્રો અને અર્થો રૂપી ડાળાંએથી વિસ્તીર્યું, તપ-નિયમરૂપ પુષ્પાના ગુચ્છવાળા અને સદ્ગતિની પ્રાપ્તિ રૂપ ફળને (બાંધનારા) પેદા કરનારા જિનવચન (દ્વાદશાંગી)રૂપ કલ્પવૃક્ષ સન્ના જયવતા રહેા. (૫૩૮)
ઉત્તમ સાધુઓને, વૈરાગી ઉત્તમ શ્રાવકને અને પરલોકના હિતમાં (સંયમમાં) ઉદ્યમી એવા સવિજ્ઞપાક્ષિકાને કે જેએ મહુ શ્રુતો (વિવેકી) ગીતાર્થી છે તેઓને આ ઉપદેશમાળા (ના ઉપદેશ) આપવા ચાગ્ય છે. (૫૩૯)
એ પ્રમાણે શ્રી ધર્મદાસગણીએ જિનવચનના ઉપદેશના કાયની આ (ઉપદેશ) માળામાં જેમ ફૂલની માળામાં પુષ્પોને