________________
ઉપદેશમાળા
૧૨૩
संसारमणवयग्गं, नीयट्टाणाइं पावमाणो य । भमइ अणंतं कालं, तम्हा उ मए विवज्जिज्जा ॥३३२॥
सुटुं पि जइ जयंतो, जाइमयाईसु मज्जई जो उ । सो मेअज्जरिसी जहा, हरिएसबलु व्य परिहाइ ॥३३३॥ इत्थिपसुसंकिलिट्ठ, वसहि इत्थिकहं च वज्जंतो।
इत्थिजणसंनिसिज्जं, निरूवणं अंगुवंगाणं ॥३३४॥ છે અને તેથી અપાર સંસારમાં અનંતકાળ રખડે છે, માટે સુખને અથીએ જાત્યાદિ મને તજવા જોઈએ. (૩૩૧-૩૩૨)
પ્રયત્નપૂર્વક સુંદર તપ જપ વિગેરે કરવા છતાં જે સાધુ જાતિમદ વિગેરેથી મદોન્મત્ત રહે છે તે મેતાર્ય મુનિ અને હરિબળકેશીની જેમ હલકાં જાતિ કુળ વિગેરેને પામે છે. (૩૩૩)
(મદની અનિષ્ટતા કહીને બ્રહ્મચર્યની ગુપ્તિને માટે કહે છે કે)–દેવી,માનુષીસ્ત્રી, તથા પશુસ્ત્રીના સંસર્ગવાળી વસતિને, સ્ત્રીના વેષ-રૂપ વિગેરેની વાર્તાને, એકલી સ્ત્રીની સભામાં ધર્મોપદેશને, સ્ત્રીના આસનને અને સ્ત્રીનાં અંગેપાંગને સરાગદષ્ટિએ જોવાને મુનિએ ત્યાગ કરવો જોઈએ, ઉપલક્ષણથી સાધ્વીએ દેવપુરૂષ કે પશુના સંસર્ગવાળી વસતિને, પુરૂષના વેષ-રૂ૫ વિગેરેની વાતે, એકલા પુરૂષને ધર્મ કહેવાને, પુરૂષના આસનને અને તેના અવયવો જેવાને ત્યાગ કરવો જોઈએ. (૩૩૪)