________________
૭૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
निहिं संपत्तमहन्नो, पत्थितो जह जणो निरुत्तप्पो । इह नासइ तह पत्तेअ-बुद्धलच्छि पडिच्छंतो॥१८१॥ सोऊण गई सुकुमालियाए, तह ससगभसगभइणीए। ताव न विससियव्वं, सेयट्ठी धम्मिओ जाव ॥१८२॥ खरकरहतुरयवसहा, मत्तगइंदा वि नाम दम्मति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ॥१८३॥ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । मा हं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१८४॥
રત્નાદિનિધિની ઈચ્છાવાળો નિભંગી મનુષ્ય પ્રાપ્ત થએલા નિધિને ગ્રહણ કરવા માટે “બલિદાન વિગેરે કરવા યોગ્ય ક્રિયામાં પ્રમાદ કરીને નિધિને ગુમાવે છે, લોકમાં હાસ્યપાત્ર બને છે, તેમ પ્રત્યેકબુદ્ધ વિગેરેનાં આલંબન લઈ સંયમ–તપમાં પ્રમાદ કરનારે મોક્ષરૂપ નિધિને ગુમાવે છે. (૧૮૧)
માટે–શશક-ભશક મુનિની બહેન સુકુમારિકાની ગતિ (સંયમભ્રષ્ટતા) સાંભળીને ધમી આત્માએ મરણપર્યંત (અથવા એક્ષપર્યત) રાગ-દ્વેષને વિશ્વાસ નહિ કરે અર્થાત રાગ-દ્વેષથી સદેવ ડરને દૂર રહેવું. (૧૨)
ગધેડા, ઊંટ, ઘોડા, વૃષભે અને મદન્મત્ત હાથીએને પણ વશ કરી શકાય છે. એક જ માત્ર તપ-સંયમ વિનાને નિરંકુશ આપણે આત્મા વશ કરી શકાતું નથી. અર્થાત્ આત્માને વશ કરે એ અતિ દુષ્કર છે. (૧૮૩)