________________
ઉપદેશમાળા
तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो। कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८॥ के इत्थ करेंतालंबणं, इमं तिहुयणस्स अच्छेरं । जह नियमाखवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९॥ किं पि कहिं पि कयाइ, एगे लद्धीहि केहि वि निभेहिं । पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ॥१८०॥
ઓછામાં ઓછે વિપાક (બદલો) દશ ગુણે ભેગવવો પડે છે અને દ્વેષ (કષાય) તીવ્ર-અતિ ઉત્કટ હોય તે એવા દ્વેષથી એક જ વખત કરેલાં પાપોનું દ્રષની વિચિત્રતાને અનુસાર
ગુણું, લાખગુણું, કેડગુણું, કેડીકેડગુણું કે એથી પણ ઘણું ફળ (વિપાક) જોગવવું પડે છે. (૧૭–૧૭૮)
કોઈ જ આ વિષયમાં ત્રિભુવનને આશ્ચર્ય પમાડનારું (અચ્છરાભૂત) આ આલંબન લઈને પ્રમાદ સેવે છે કે-જેમ તપ સંયમથી શરીરને કષ્ટ આપ્યા વિના જ ભગવતી “મરૂદેવી સિદ્ધિપદને પામ્યાં તેમ અમારી પણ સિદ્ધિ (મુક્તિ) થશે, અપ્રમાદનું (તપ-સંયમનું) શું પ્રયોજન છે? (૧૭૯)
કેઈ વખત-કઈ ક્ષેત્રમાં-કઈ વૃષભાદિ પદાર્થને જોઈને કઈ કરકંડુ વિગેરે તેવી પોતાની કમનો ક્ષયક્ષપશમ રૂપ લબ્ધિથી તેવાં નિમિત્તને પામીને જગતમાં આશ્ચર્યભૂત (પ્રત્યેકબુદ્ધ) બને છે. એથી એવાં કાદાચિક અચ્છરાભૂત દુષ્ટાન્તને આશ્રય લઈને બીજાઓએ તપ સંયમમાં શિથીલતા કરવી નહિ. (૧૮૦)