________________
SE
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
पाणच्चए वि पावं, पिवीलियाए वि जे न इच्छति । ते कह जई अपावा, पावाई करेंति अन्नरस ? || १७५ ॥ जिणपहअपंडिया, पाणहराणं पि पहरमाणाण ।
';
न करंति य पावाई, पावस्स फलं वियागंता ॥१७६॥ वहमारणअब्भक्खाण- दाणपरधणविलोवणाइणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इकसि कयाणं ॥ १७७॥
',
કીડીઓએ આરપાર નીકળી ચાલણી જેવું બનાવ્યુ` તાપણુ તે મહાત્માએ મનમાં કીડીએ ઉપર અલ્પમાત્ર પણ દ્વેષ ન કર્યાં. (૧૭૪)
પ્રાણાન્તે પણ જેઓ એક કીડી જેવા જીવના પણ દ્રોહ કરવા ઇચ્છતા નથી તે નિરવદ્ય જીવનવાળા સાધુ ખીજાઓના (મનુષ્યાદિના) દ્રોહ-પાપ તા કરે જ કેમ? અર્થાત્ ન કરે. (૧૭૫)
પાપનાં કળાને જાણતા જ્ઞાનીએ (બીજાના તા દ્રોહ ન કરે પણ) જિનકથિતધને નહિ જાણનારા–અજ્ઞાન, જીવાના પ્રાણ લેનારા-ઘાતકી અને તલવાર વિગેરે શસ્ત્રોથી મારનારા-ખુની, વિગેરે અધમ પુરૂષાનું પણ અહિત (તેને મારવા વિગેરેના વિચાર) કરતા નથી, ઉલટુ' તેઓનાં કુકમના ભાવિદુઃખાથી દયા ચિંતવે છે. (૧૭૬)
એક જ વાર કરેલાં પણ પાપો, જેવાં કે—માર મારવા, મારી નાખવા, ખાટુ આળ આપવું (કલંક ચઢાવવું), પારકુ ધન ચારવું–લૂંટવુ, કોઈની ગુપ્તવાત પ્રગટ કરવી, વિગેરેના