SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ce ઉપદેશમાળા ', अप्पा चैव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सही होइ, अस्सि लोए परत्थ य || १८५।। निच्चं दोससहगओ, जीवो अविरहियमसुभपरिणामो । नवरं दिने पसरे, तो देह पमायमयरेसु || १८६ ॥ अच्चिय वंदिय पूहअ, सक्कारिय पणमिओ महग्घविओ । तं तह करेइ जीवो, पाडेड़ जहप्पणी ठाणं ॥ १८७॥ ', સંયમ તપથી મારે જ મારા આત્માને વશ કરવા શ્રેષ્ઠ છે કે જેથી વધ અધન વિગેરેથી બીજાઆને મારા આત્માને અન્ય ગતિમાં વશ કરવાના ન રહે. (૧૮૪) આત્માને જ વશ કરવા જોઇએ, કારણ કે તેને વશ કરવા દુઃશકય છે. (બાહ્ય શત્રુઓને વશ કરવા દુઃશકય નથી) વશ કરેલા આત્મા આ લાકમાં અને પરલેાકમાં પણ સુખી થાય છે. (૧૮૫) નિત્ય રાગ-દ્વેષાદિ દોષથી ભરેલા જીવ સતત અશુભ પરિણામવાળા હેાવાથી માત્ર તેને છૂટ આપતાં જ તે લેાકવિરૂદ્ધ અને આગમવિરૂદ્ધ કાર્યોં દ્વારા પ્રમાદને જ કરે છે. (૧૮૬) જેમ જેમ ચંદનાદિથી ચર્ચાય, સ્તુતિ વિગેરેથી વદાય, વજ્રાદિથી પૂજાય, અભ્યુત્થાનાદિથી સત્કારાય કે મસ્તકથી પ્રણામ કરાય, તેમ તેમ જીવ તેવું કરે કે જેથી ‘આચાર્ય પદ્મ’ વિગેરે સ્થાનથી પેાતાને ભ્રષ્ટ કરે છે, (અર્થાત્ અનુકૂળ ઉપસર્ગે↑ અતિ દુઃસહ છે. માટે માન-પૂજા-વન્દન-સત્કારાદિમાં રાગ કરવો નહિ.) (૧૮૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy