________________
ખરોને ? પણ કહો કે મૂળ-જડ સમજ્યો જ નથી કે ધર્મ ચીજ કઈ ? કહો સંવર અને નિર્જરા એ ધર્મ ચીજ છે. સંવર નિર્જરા એ જ ધર્મ છે. સંપૂર્ણ સંવર અને નિર્જરાને ટોચે પહોંચેલા તે દેવ. તે તરફ કૂચ કરી રહ્યા છે તે ગુરુ. સંવર અને નિર્જરામય ન હોય તે ધર્મ નથી. સંવર અને નિર્જરામય તે જ ધર્મ. તે આધારે ગુરુ અને ધર્મ. આશ્રવનો નિરોધ, બંધનનું તોડવું બે ન હોય તો અધર્મ. જેનું સંવર અને નિર્જરાનું ધ્યેય નથી તેની મુસાફરી નકામી છે.
સંવર-નિર્જરામાં મહત્તા સંવરની.
ધર્મ-ગુરુ-દેવ એ ત્રણેની જડ સંવર અને નિર્જરા. એ બે જડ છતાં ખરી જડ સંવર છે. નિર્જરા ખરી જડ નથી. કારણ : સંવર વગરની નિર્જરા ‘આંધળો દોરી વર્ણ ને વાછરડો ચાવતો જાય’, સરવાળામાં કાંઈ નહીં. ‘છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય’. આપણી જીંદગીમાં દુ:ખ, વેદના, આપત્તિ ભોગવીએ છીએ. પણ આપણી સ્થિતિ ફુવડ જેવી છે. ખમીને ખોઈએ છીએ. ખરચીને ખુવે છે. પાંચ ભરાવ પડશે તેમાં ત્રણથી નળ્યું. બે બચ્યા તો ત્રણનું શું થયું ? ત્રણ એળે ગયા. ખરચીને ખોયું. બાહ્ય દ્રવ્યને અંગે ખરચીને ખોવાય છે. તેમ અહીં ખમીને ખોઈએ છીએ. નળીયું કે પથરો વાગ્યો. એટલે અશાતાનો ઉદય શરૂ થયો. અશાતા ભોગવીએ છીએ. છતાં મોં બગાડીને કહે : અમુભાઈએ મને વગાડ્યું. અહીં નવું બાંધ્યું. ખમ્યું તેનું શું થયું ? ખાલી થયું. તે કરતાં વધારે ભરી દીધું. ખમવાનું ઊભું રહ્યું. કોથળી ખાલી ન થઈ. નાણા આપ્યા છતાં જમે પાસુ હલકું થવું જોઈએ એ થતું નથી. જેમ ચોપડામાં લખતો નથી તેમ અહીં ખમીએ છીએ ને ખાતે નથી પાડતા. કર્મ ભોગવ્યું તે કરતાં બમણું બાંધીએ છીએ. ‘તે ભોગવ્યે જ છૂટકો છે.' એ ધ્યાનમાં લાવીને ‘મારે ભોગવાય છે’-એ ધ્યાન લાવીએ તો સંવર વગરનો નિર્જરાનો પ્રયત્ન ખમીને ખોવાનો.
સંવરની જરુરિયાત
સંજમ અને તપમાં સંજમ પ્રથમ અને તપ પછી કહ્યો. સંવર વગર નિર્જરાનો પ્રયત્ન ખમીને ખોવાનો છે. તમે તપસ્યા કરી ને વ્રત કરીને કષ્ટ કયું વેઠવાના ? તમારું ધ્યેય શરીરને અડચણ ન આવે તે લક્ષ્ય રહ્યું છે. એ મુદ્રાલેખ રાખીને કરો છો. જે નારકીઓ દુઃખ ભોગવે છે. પલ્યોપમ અને સાગરોપમો સુધી નારકીઓ તીવ્ર દુઃખ ભોગવી કર્મ તોડે છે. એ દશા વિચારીએ તો નિર્જરાનું પ્રબળ સાધન છે. છતાં પલ્યોપમ અને સાગરોપમ સુધી દુઃખ વેઠવા છતાં બિચારા ઊંચે આવતા નથી. નારકીના દુઃખ આગળ મહાવીર મહારાજાના ઉપસર્ગો અસંખ્યાતા ભાગે પણ નથી. એટલે મહાવીર મહારાજા કરતાં
શ
Ge