SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતમાં ભાગ લાવો ત્યારે કહેવું પડે કે અનંતમાં ભાગવાળા અનંતા એકઠા થયા ત્યારે એક સૂક્ષ્મ શરીર બનાવે. એનું જ નામ અનંતકાય. આવી રીતે અનંતકાય નિગોદ અનાદિની માનવી પડે. તે અનંતકાય અનંત રાખવાનું રહેવાનું સ્થાન. જેમ કીડીનું દર હોય. દરમાં લાખો કીડીઓ પોતાનો જીવન નિર્વાહ કરે. જ્યારે ઓરડામાં પાંચ માણસો શ્વાસોચ્છવાસથી મરી જાય. મોટો સમુદાય સંકુચિત દશામાં રહી શકે નહીં. ઓછામાં ઓછી નાની સ્થિતિવાળામાં અનંતા જીવો રહી શકે. નિગોદ અનંત જીવનું સ્થાન છે. તે અનાદિથી માનીએ છીએ. નિગોદ અને એકેન્દ્રિય આદિ જીવોનું સ્વરૂપ. એકેન્દ્રિયપણે ઉપજવામાં કારણ કોણ? જેમાં આપણો પ્રયત્ન ન દેખાય ત્યારે ઇશ્વર પર ઢોળી દેવું. એ જેમ વ્યવહારમાં દેખાય છે તેમ અહીં અનાદિ કાળથી નિગોદમાં કોણ રાખે છે? તો કહે ઈશ્વર. ઇશ્વર અનાદિથી એકેન્દ્રિયમાં ગોંધી રાખે છે. ખરી રીતે પોતાના કર્મેજ એકેન્દ્રિયમાં રહ્યા છે. પણ તેમને ઈશ્વર માનવાથી કર્મના કારણો ન માનવા પડે. એ ઈશ્વર અનંતા જીવોનો શત્રુ કે હિતકારી? ઉપગારી શી રીતે ? જૈનશાસનની સ્થિતિએ અનાદિથી રખડ્યો તે પોતાના કર્મે. નથી તીવ્ર કષાયો. નથી તીવ્ર યોગ. શાથી કર્મ બાંધ્યું ને શાથી રખડે છે? તેવા કષાયો કે તેવા યોગો નહીં છતાં એકેન્દ્રિયને અવિરતિ રહેલ છે. આથી અનાદિથી જીવનું રખડવું અને કર્મના ભોગવટાનું કર્મના બાંધવાનું. અનાદિત ક્યારે મનાય? જ્યારે અવિરતિનો આશ્રવ માનીએ. તો જ અનંતા ઉત્સર્પિણીકાળથી નિગોદમાં જીવ રહ્યો છે તે માની શકાય. મિથ્યાત્વ ક્રમાં પણ અવિરતિ ભારે. સભા અવિરતિ ઉપર આટલું જોર ઘો છો તો હવે મિથ્યાત્વ ઉપર જોર ઘો ને. પૂજ્યશ્રી શાસ્ત્રકારે આવશ્યક નિર્યુક્તિમાં સંસારના કારણમાં પ્રસંગો છો એક અસંજમ. ડિમિમિ પ્રવિદે મસંગને (પગામ સિક્કા) તેથી સાધુઓ તેનું પડિકમણું પહેલા કહે છે, મિથ્યાત્વને નથી ગણતા. સભા : અવિરતિ કરતાં મિથ્યાત્વ જબરજસ્ત ચીજ છે તે કેમ નથી ગણાવતા? પૂજ્યશ્રી ઃ મિથ્યાત્વ ચીજ શી ? એ જ મિથ્યાત્વ કે અવિરતિને પાપ ન માનવું. અવિરતિને પાપ ન માનવું તેનું નામ મિથ્યાત્વ. સુદેવાદિ, કુદેવાદિની વાત એ છ એમાં ફણગા છે, મૂળ-જડ અવિરતિ વિરતિ છે. દેવ કોણ? ગુરુ અને ધર્મ કોને ગણો છો? શુધ્ધ શ્રાવકના કુળમાં અભવ્ય હોય. જ્યાં સુધી સમજણો ન થાય ત્યાં સુધી સુદેવાદિને સુદેવાદિ માનવાનો છે. તો સમકિતી અષ્ટક પ્રક્રણ
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy