________________
३५२
श्रीअध्यात्मकल्पद्रुमे
૬૨
૬૩
- ૬૪
૬૫
૬૭
તુચ્છ સુખદાયક ઇંદ્રિય વિષે, સું મુંઝે આતમ ઇણ વિષે; મેઘે એ ભવભવનમાંહ, જીઉ નઈ સુલભ નહી શિવ તાંહ. પડતે શુભ પરિણતિ અતિ અસુભ, રચ્યો વિષય સુખમાં હું મુઝ? જડ પિણ રહે હિતાહિત લખી, ન લખે તું કાં પંડિત પખી. ઇંદ્રિયસુખ તે તો જિમ બિંદ, અતીન્દ્રિય સુખ તે શિવગતિ કંદ; પંડિત દુકું પરસ્પર દેખી, આણે દૃષ્ટિ એક પરિશેષ. દેહી નરક દુઃખ કિમ ભોગવે? શાસ્ત્ર સુણીને લહિ જીઉ હવે; જેહ નિવર્યો તૃષ્ણા વિષે, સુણી પાપભય સગલા લખે. નરક વેદના ને ગર્ભવાસ, દેખીને શ્રુતલોચન ભાસ; મન ન લગે ર્યું વિષય કષાય, તો પંડિત વળી ચીતવિ તાય. જિમ પશુને વળી જિમ ચોરને, વધ કરતાં મૃતિ હવે થિર મને; હલકે હલકે તિમ સરવને, તો હું આતમ વિષયાજને. બીહે જીઉં જો દુઃખની રાશ, મન વશ ઇંદ્રિય વિષયાવાસ; ઇંદ્રિય સુખ તે નાશે તુરત, તસ નાસ્ય નિશ્ચય દુઃખ ઝત. યમ સું મુયો" દુરામય ગયા, નરક જડાણા સ્યું કાં થયા?
ચું નિશ્ચલ આયુસ ધન દેહ, કૌતુક વિષયે મુંઝયો જેહ. મુંઝે સું જીઉ વિષય પ્રમાદ, ભ્રમગત સુખ ઉત્તર દુઃખખાદ; સુખ જે ઇંદ્રિય લિપ્સા મુક્ત, નિરુપમને આયતિ શિવ યુક્ત. વિષય પ્રમાદ નિવારવા, એ છઠ્ઠો અધિકાર, જિણ કષાય ઉપજે નહીં, સો સુણિ સપ્તમ સાર. //
- ઇતિ ષષ્ઠો વિષયપ્રમાદત્યાગાધિકારઃસહી સહીસ જીવ પીડા ઘણી, દ્વેષ વશે નરકાદિક તણી;
ચું તું મુગ્ધ કો કુવચને, ક્રોધે નિજ સુકૃતધન તને. ૧. માં. ૨. જાણે ૩. સર્વે. ૪. જ્ઞાનચક્ષુ. ૫. મરી ગયો. ૬. વ્યાધિઓ. ૭. સાંભળો.
૬૮
( ૬૯
O
૭૧